~ ONE SOUL ARMY ~
Poetry:
"હું ક્યાં કઈ માંગુ છું ?!"
મારે તો રેહવું છે મારા નિજાનંદમાં
દુનિયા પાસે ક્યાં કઈ હું માંગુ છું ?
આપવું જ હોય તો
સ્નેહ પ્રેમ લાગણી અને વિશ્વાસ જ આપજો મારા વહાલા
લોકો પાસે હું ક્યાં કઈ માંગુ છું ?
સંબંધમાં ભિક્ષા કે સંબંધની ભિક્ષા
સંબંધ ક્યાં હું ભિક્ષા સ્વરૂપે માંગુ છું ?
માંડ્યો છે જીવ અને દેહ મનુષ્યનો
એથી વધારે હું ઈશ્વર પાસે પણ
ક્યાં કઈ માંગુ છું ?
પવિત્ર દેહ થી કરો પવિત્ર કામ
એક જ સૂર ને તાલ છે મારો
આ જીવન માં
સંગીતમાં મારા,
જીવન પાસે પણ ક્યાં કઈ હું માંગુ છું ?
પૂછો પ્રશ્ન પોતાની જાત ને એક વાર દિવસ માં
જાત પાસે થી જ હું શું માંગુ છું ?
જવાબ મળશે એક જ વહાલા
હું તો ફક્ત ચરિત્ર(character) જ માંગુ છું !
~ Leena Patel ~
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.